રબારી એન્જિનિયર્સ એસોસિયેશન દ્વારા સ્કોલરશીપ REA ૨૦૨૨-૨૩ સમાજના ધોરણ-૧૦/૧૨, ૬૦% ઉપર માર્ક્સ મેળવી પાસ કરેલ અને ઈજનેરી ડીપ્લોમાં/ડીગ્રી ઈજનેરી કોલેજ માં પ્રવેશ મેળવી અભ્યાસ કરતા, જેના વાલીની માસિક આવક રૂપિયા-૧૦,૦૦૦/- કરતા ઓછી હોય તેવા જરૂરીયાત વાળા સમાજના વિદ્યાર્થીઓને ડીપ્લોમાં/ડીગ્રી ઈજનેરીમાં અભ્યાસ પૂર્ણ કરવા માટે જરૂરી આર્થિક સહાય આપવામાં આવનાર છે. અગાઉ જેમણે સ્કોલરશીપ મેળવેલ તેવા વિદ્યાર્થીઓએ પણ રીન્યુ કરવા માટે પણ નવેસરથી અરજી છેલ્લા સેમેસ્ટર ની માર્કશીટ ની કોપી સાથે કરવાની રહેશે. અરજી ફોર્મ
ઉપરથી ડાઉનલોડ કરી શકાશે અથવા amritdesai51@gmail.com અથવા dipakrabari5403@gmail.com
પર ઈમેલ કરવાથી ફોર્મ મેળવી શકાશે. સંપૂર્ણ વિગતો સાથે ફોર્મમાં આપેલ સરનામે સાદી ટપાલ અથવા કુરીયર થી તા.૦૫/૦૩/૨૩ પહેલા આપેલ સરનામે મોકલી આપવી .ત્યાર બાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ . ચાલુ સાલે એન્જીનીયેરીંગમાં પ્રવેશ મેળવેલ વિધાર્થીઓએ તુરંત registration ફોટો સાથે કરવા વિનંતી છે . સ્કોલરશીપ ૨૨-૨૩ માટે અરજી કરતા દરેકે તેમજ reference વાળા બંનેના નામ રબારી એન્જીનીયર્સ rabariengineers.com માં રજિસ્ટર થયેલ હોવા જરૂરી છે.અમારો આગ્રહ છે કે સમાજ ના બધાજ એન્જીનીયરો ઓન લાઈન થી જોડાઈ જાય વેબ સાઈટ અંગે મહેશભાઈ વોર્ટેસેપ ૯૯૧૩૨ ૧૬૭૩૬ નો સંપર્ક કરશો .વધુ વિગતો માટે વોર્ટેસેપ પર મેસેજ કરી માહિતી મેળવવી.જો ૪૮ કલાકમાં વોર્ટેસેપ પર જવાબ નામળે તો જ કોલ કરવો – અમ્રીતભાઈ દેસાઈ -પ્રમુખ ૯૪૦૯૨૮૫૧૩૧, દશરથભાઈ દેસાઈ- ઉપ પ્રમુખ૯૪૨૭૫૯૮૮૯૯, મંત્રી પ્રોફ દિપક રબારી ૮૮૬૬૬૬૭૧૫૦.પ્રોફ મીરા કરમટI ૯૪૨૯૨ ૧૫૯૫૧