Online Financial Aid/ સ્કોલરશીપ માટે અરજી કરવાની છેલ્લી તા ૭/૧૧/૨૦૨૦ ૨૪.૦૦ સુધી

ઉમદા કેળવણીકાર એવા સાવધારીયા કુટુંબના શ્રી સ્વ. નાથાલાલ રત્નાભાઈ સાવધારીયા તથા સ્વ પુનાબેન નાથાલાલ સાવધારીયા કેળવણી મંડળ (SNSES) તથા રબારી એન્જિનિયર્સ એસોસિયેશન(REA) તરફથી સમાજના ચાલુ વર્ષે ધોરણ ૧૦માં ઉતીર્ણ થઈ ધો ૧૧ માં પ્રવેશ ઈચ્છુક જેના વાલીની માસિક આવક રૂપિયા – ૨૦૦૦૦/- કરતા ઓછી હોય તેવા, જરૂરીયાત વાળા સમાજના હોશિયાર વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કરવા માટે મેરીટના ધોરણે જરૂરી આર્થિક સહાય આપવામાં આવનાર છે. તો આવતા વર્ષ ૨૦-૨૦૨૧થી શરુ થનાર નવા સત્ર માટે સમાજના ધો ૧૧ માં અભ્યાસમાં પ્રવેશ માટે સ્કોલરશીપ મેળવવા માંગતા દરેક વિદ્યાર્થીઓએ ઓનલાઈન માર્ક્સસીટ, વાલીનો આવકનો દાખલો, બેંક ખાતાની વિગત સાથે અરજી કરવી.સ્વ. નાથાલાલ રત્નાભાઈ સાવધારીયા તથા સ્વ પુનાબેન નાથાલાલ સાવધારીયા કેળવણી મંડળ તરફથી વર્ષ ૨૦૨૦-૨૧ માં સમાજના જરુરતમંદ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ મેળવવા માટે જરૂરી દિશા નિર્દેશ :

• સ્કોલરશીપ મેળવવા દરેક વિદ્યાર્થીએ ઓનલાઈન આવેદન કરવું અનિવાર્ય છે.

• સ્કોલરશીપ મેળવવા વિદ્યાર્થી ઓછામાં ઓછા 70 % સાથે ઉતીર્ણ હોવો જરૂરી છે.

• સ્કોલરશીપ મેળવવા વિદ્યાર્થીના વાલીની માસિક આવક ૨૦૦૦૦ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

• સ્કોલરશીપ વિદ્યાર્થીના ગુણના મેરીટ આધારિત આપવામાં આવશે.

• સ્કોલરશીપની મર્યાદા વિદ્યાર્થી દીઠ ૨૦૦૦૦ રૂપિયા રહેશે.

• અપવાદરૂપ કીસ્સામાં વિદ્યાર્થીની આર્થિક યથાર્થતા ચકાસી ટ્રસ્ટ દ્વારા યોગ્ય મદદ કરવા પણ વિચારવામાં આવશે.

• સ્કોલરશીપ કેટલા વિદ્યાર્થીઓને આપવી, તેનો નિર્ણય ટ્રસ્ટીશ્રી દ્વારા કરવામાં આવશે અને જે સર્વેને બંધનકર્તા રહેશે.

 

વધુ વિગતો માટે /મુંજવણ/પ્રશ્નો માટે મોબાઈલ નંબર પર વ્હોટ્એપ મેસેજ કરી જરૂરી માહિતી મેળવી લેવી, તેનો ૨૪ કલાક મા યોગ્ય જવાબ મળશે . તેમ છતાં જો ખુબજ જરૂરી હોય તો જ નીચેના મોબાઈલ નંબર પર સાંજના ૦૬ :૦૦ થી ૦૯:૩૦ સુધીમાં કોલ કરવો.

 

અમ્રીતભાઈ દેસાઈ -પ્રમુખ ૯૪૦૯૨૮૫૧૩૧,

જીવાભાઈ દેસાઈ- મંત્રી ૯૪૨૭૫૯૮૮૯૯,

પ્રોફ .દિપક રબારી ૮૮૬૬૬૬૭૧૫૦

પ્રો. મીરા કરમટા ૯૪૨૯૨૧૫૯૫૧

રઘુભાઈ સવધારિયા ૯૮૨૫૩૧૫૩૧૯

 

HOW TO APPLY:

• સૌપ્રથમ http://www.snses.org/ વેબસાઈટ ઓપન કરો.

• ત્યારબાદ Login/Register પર ક્લિક કરો.

• તેમાં New User Register Here માં રહેલી તમામ માહિતી ભરો.

વિદ્યાર્થીનું નામ

વિદ્યાર્થીની અટક

મોબાઇલ નંબર

ઇમેલ આઈડી

પાસવર્ડ ,

રેફરન્સ માટે rabariengineers.com ઉપર જઈ તેમાંથી ૧ નામ રેફેરંસ માટે નામ, નંબર ,હોદ્દો વિગેરે લખવું

• ત્યારબાદ સ્વ. નાથાલાલ રત્નાભાઈ સાવધારીયા તથા સ્વ પુનાબેન નાથાલાલ સાવધારીયા કેળવણી મંડળ તરફથી વર્ષ ૨૦૨૦-૨૧ માટે સ્કોલરશીપ મેળવવા માટે જરૂરી દિશા નિર્દેશ ધ્યાનથી વાંચી Apply Now પર ક્લિક કરો.

• ત્યારબાદ સ્કોલરશીપ ફોર્મ ખુલશે. જેમાં રહેલી તમામ માહિતી સચોટ રીતે ભરવી.

• જે અંતર્ગત નીચે દર્શાવેલ તમામ માહિતી યોગ્ય રીતે ભરવી તથા પુરાવા તરીકે માંગેલ આધારો યોગ્ય સાઈઝમાં અપલોડ કરવા.

વિદ્યાર્થીનું પૂરું નામ, વિદ્યાર્થીની જાતિ, વિદ્યાર્થીની જન્મ તારીખ, મોબાઇલ નંબર, આધાર કાર્ડ નંબર, રહેણાંકનું સરનામું

વિદ્યાર્થીનું મહત્તમ અભ્યાસ, તેની ટકાવારી, વિદ્યાર્થીનો ફોટો તથા સહી

વાલીનું પૂરું નામ, વાલીની આવક, વાલીની સહી

ધોરણ ૧૧ આર્ટસ,કોમર્સ ,સાયન્સ ,ઉત્તર બુનિયાદી વિગેરે લખી જ્યાં અભ્યાસ કરો છો તે સંથા નું નામ લખવું

વિદ્યાર્થીની બેંકનું નામ, બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ, બેંક એકાઉન્ટ નં, બેંક બ્રાંચનું નામ, બ્રાન્ચનો IFSC નં, પાસબુકનું પ્રથમ પેજ / કેન્સલ ચેક

• ત્યારબાદ Apply બટન પર ક્લિક કરવું.

• ત્યારબાદ સ્કોલરશીપ status તરીકે already applied જોઈ શકાશે.

• તમે ભરેલ ફોર્મ જોવા માટે view બટન પર ક્લિક કરો.

• જો તમે તમારા ભરેલ ફોર્મમાં ફેરફાર કરવા ઇચ્છો તો modify બટન પર ક્લિક કરો.

• જો ભરેલ તમામ વિગતો યોગ્ય હોય તો LOCK બટન પર ક્લિક કરો. LOCK બટન પર ક્લિક કર્યા બાદ આપ આપના ફોર્મમાં કોઈ સુધારો કરી શકશો નહીં જેની નોંધ લેશો.

• LOCK બટન ક્લિક કરવું અનિવાર્ય છે. ત્યારબાદ જ તમે સ્કોલરશીપ માટે eligible ગણાશો.

• એક વખત રજીસ્ટ્રેશન કરી લીધા બાદ ફરી લોગીન કરવા વિદ્યાર્થીએ તેના ઇમેલ આઈડી તથા પાસવર્ડ મારફતે Already Register/ Login Here પર ક્લિક કરવાનું..છેલ્લી તારીખરહેશે ૦૭/૧૧/૨૦૨૦ પછી અરજી કરી શકાશે નહિ.