રબારી એન્જિનિયરિંગ એસોસીયેશન
તા ૫/૦૨/૨૩ નો આપણો સ્નેહ સંમેલનનો કાર્યક્રમ ધારણા મુજબ ખુબજ સારો રહ્યો. સમાજના શ્રેષ્ટિઓ /રાજકીય સામાજિક આગેવાનો સર્વ શ્રી માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય અને આપણા મુખ્ય મહેમાન , અતિથી વિશેષ પદ્મશ્રી માલજીભાઈ, સાગરભાઈ રાયકા ,રાજુભાઈ ,કનુભાઈ ,ઈશ્વરભાઈ સોઢવ, ઘનશ્યામભાઈ સાવધારીયા,વિક્રમભાઈ ભાન્ડુ, વિક્રમભાઈ ગોરાદ,કે.ડી દેસાઈ આમંત્રિત મહેમાનો શ્રી તેજાભાઈ પાલોદર,લલ્લુભાઈ , વાઘજીભાઈ ,મગનભાઈ મોરપા,વેલજીભાઈ દાસજ વિગેરે અને ગુજરાતભરમાંથી એન્જીનીરો/ વિધાર્થીઓને ની હાજરી વચ્ચે આપણો કાર્યક્રમ સવારે ૧૧ વાગે દીપ પ્રાગટ્ય શરુ થયો હતો .પ્રમુખ શ્રી અમ્રીતભાઈ નું સ્વાગત પ્રવચન અને મંત્રી શ્રી દીપકભાઈ નો વાર્ષિક અહેવાલ અને ભવિષ્યના આયોજન વિષે વિસ્તૃત વાત કરી હતી. આપણે વિધાર્થીઓ અભ્યાસ અને નોકરી માટે માર્ગદર્શન સેમીનાર ગાંધીનગર ,વિસનગર ,પાટણ સુરત ,સુરેન્દ્રનગર વગેરે સ્થળોએ કરી માર્ગ દર્શન આપેલ ,ભવિષ્યમાં સમાજના ઉદ્યોગ સાહસિકોની બ્યુઝ્નેસ મીટ નું આયોજન કરી માર્ગ દર્શન પુરુ પાડવાનું આયોજન છે. આપણા સ્કોલરશીપના દાતા શ્રીમતી લીનાબેન અને તુકારામ યુ એસ એ થી ઓન લાઈન જોડાયા હતા. ત્યારબાદ લાભાર્થી વિધાર્થીઓના ફીડબેક અને મહેમાનોના પ્રાસંગિક પ્રવચનમાં વિધાર્થીને શીખ અને એસોસિયેસન ના કાર્યની સરાહના કરી હતી ,
સંસ્થાને શ્રી કે ડી ડેવલોપર તરફથી માતબર ૨,૫૦,૦૦૦ ,શ્રી સ્વ.જીવણભાઈ ભાન્ડુ પરિવાર તરફથી અને રાજુભાઈ દીગડી તરફ થી એક એક લાખ ચેક /રોકડા મળ્યા હતા. શ્રી વિક્રમભાઈ ગોરદ તરફ થી બે લાખ ,શ્રી માલજીભાઈ તરફથી બે લાખ , શ્રીમતી શાંતાબેન જીવાભાઈ દાસજ તરફ થી બે લાખ, શ્રી આઈ એમ દેસાઈ એક લાખ , શ્રી સાગરભાઈ તરફ થી દર વર્ષે એક લાખ એમ પાંચ વર્ષ સુધી આમ દાન ની મોટી રકમ જાહેરાત કરી છે. તેમજ આગામી સ્નેહ સંમેલન ગોપાલક કન્યા છાત્રાલય ગાંધીનગરમા યોજવાનું સંપૂર્ણ ખર્ચના દાતા શ્રીરાજુભાઈ દીગડીએ ઓફર આપી છે. આ સમગ્ર સમારંભના દાતાશ્રીશ્રી અનિલભાઈ તેજાભાઈ દેસાઈ (પાલોદર ) શ્રી મિલેશભાઈ કાનજીભાઈ દેસાઈ (વિશોળ) હતા .સર્વે દાતાઓનો ખુબ ખુબ આભાર.
સમગ્ર કાર્યક્રમ નું ખુબજ સુંદર સંચાલન આપણા શ્રી દિલીપભાઈ કમલીવાડાએ કર્યું હતું .સમાજના વર્ગ સરકારી નોકરી મેળવેલ અધિકારીઓનું અને ઇજનેરીમાં સ્નાતક થયેલ બહેનોનું સમ્માન કર્યું હતું .છેલ્લે એસોસીએસન ઉપ પ્રમુખશ્રી દશરથ ભાઈ જેતપુરે આભાર વિધિ કરી હતી .એસોસિયેસનના સર્વે સભ્યો શ્રી સૌરભભાઈ ,રમેશભાઈ દીગડી, અલ્પેશભાઈ મેળોજ, બલદેવભાઈ વિશોલ,અજય દેસાઈ, નાથુભાઈ લીંચ ,તરંગ દેસાઈ દેવરાસણ,ધર્મસીંહ દેસાઈ , રઘુભાઈ સવધારીયા , મહેશભાઈ ,સોમભાઈ ,મોતીભાઈ ,વિશાલભાઈ,શંકરભાઈ ,હરગોવનભાઇ વિગેરેની સતત મહેનતથી આપણે આવું આયોજન કરી શક્યા છીએ, છતા પણ આપણા માટે આમાં કંઈપણ ઉણપ રહી ગઈ હોય કે કોઈ વિશેષ સૂચનો અચૂક નીચેના નંબરો ઉપર આપવા વિનતી છે, જેથી આપણી સંસ્થાના ભવિષ્યના આયોજનોમાં યોગ્ય સુધારા કરી શકાય શ્રીઅમ્રીતભાઈ બી.દેસાઈ ૯૪૦૯૨૮૫૧૩૧, પ્રોફેસર દિપકભાઈ રબારી ૮૮૬૬૬૬૭૧૫૦,શ્રી દશરથભાઈ દેસાઈ ૯૯૭૮૪૦૭૧૩૯,સૌરભભાઈ દેસાઈ ૯૦૩૩૦૦૬૧૬૬ અલ્પેશ મેળોજ ૮૭૩૪૯૯૨૮૧૮