રબારી એન્જીનીયરીંગ એસોસિયેશન

રબારી એન્જીનીયરીંગ એસોસિયેશન દ્વારા આયોજિત ચોથા  વાર્ષિક પોગ્રામ/ સ્નેહ સંમેલન  તા ૦૫/૦૨/૨૦૨૩  રવિવારે અમદાવાદ ખાતે   આયોજન કરેલ છે. સમગ્ર ભારત /ગુજરાતમાંથી સમાજના બધાજ  ડીગ્રી/ડીપ્લોમા એન્જીનીયરો અને વિદ્યાર્થીઓને પધારવા ખાસ આમંત્રણ છે., આ પ્રોગ્રામમાં સ્કોલરશીપ ના દાતા શ્રીમતીલીનાબેન અને  તુકારામ ભાઈ સવધારીયા યુ એસ એનું અભિવાદન અને  સમ્માન વિડીઓ કોન્ફરન્સથી  કરવાનું છે.   રબારી ઇજનેર પ્રોફેસરો ,  વર્ગ ૧, ૨ ,3 ના અધિકારીશ્રીઓ  , સ્નાતક થયેલ  ઇજનેર બહેનો તેમજ સેવા નિવૃત થય્રેલ ઈજનેરો નું સમ્માન તેમજ સમાજના રાજકીય સામાજિક  આગેવાનો અને આપના સમાજના સફળ  ઉદ્યોગપતિઓ/ બિલ્ડરો અને નોકરી કરતા આપનાં સમાજ ના ઇજનેરો સાથે પરસ્પર વાર્તાલાપ માટે ખુબજ સુંદર તક છે. અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી માટે કેવી રીતે અરજી કરવી તેમજ નોકરી મેળવવા માટે નું યોગ્ય માર્ગ દર્શન નિષ્ણાતો દ્વારા આપવામાં આવશે. ઇજનેર બહેનો વાલી સાથે આવી શકે છે .તો આ સંમેલનમાં દરેક એન્જીનીરને  પધારવા ખાસ વિનંતી છે.  શક્ય હોય ત્યાં સુધી સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરીને ડ્રેસ કોડ સાથે આવવું . સંમેલનમાં આવનાર દરેકને એક ઓફીસ બેગ ભેટ આપવામાં આવશે .સ્વરુચિ ભોજન સાથે લઈશું .

સંમેલન/સેમીનાર નું સ્થળ :- તારીખ અને સમય
ઓડીટોરીયમ ,જી એસ ઈ બેંક, શાસ્ત્રી નગર  બી  આર ટી એસ, સ્ટેન્ડ અંકુર રોડ નારણપુરા, અમદાવાદ  , ૦૫/૦૨/૨૦૨૩ સવારે ૯:૧૫ ૦ થી ૧૪ :૩૦

સમગ્ર સમારંભના દાતાશ્રી

શ્રી અનિલભાઈ તેજાભાઈ દેસાઈ (પાલોદર )

શ્રી મિલેશભાઈ કાનજીભાઈ દેસાઈ (વિશોળ)

સંપર્ક

પ્રમુખ શ્રીઅમ્રીતભાઈ બી.દેસાઈ ૯૪૦૯૨૮૫૧૩૧, મંત્રી પ્રોફેસર દિપકભાઈ રબારી ૮૮૬૬૬૬૭૧૫૦, ઉપપ્રમુખ  શ્રી દશરથભાઈ દેસાઈ  ૯૯૭૮૪૦૭૧૩૯