સ્વ શ્રી નાથાલાલ રત્નાભાઈ સાવધારીયા તથા સ્વ પુનાબેન નાથાલાલ સાવધારીયા
“એન્જિનિયરીંગ, મેડીકલ /સાયન્સ” સ્કોલરશીપ ૨૦૨૧-૨૨ માટે અરજી કરવાની છેલ્લી તા ૧૦/૦૧/૨૦૨૨ રાત્રીના ૨૪.૦૦ સુધી
ઉમદા કેળવણીકાર એવા સાવધારીયા કુટુંબના શ્રી સ્વ. નાથાલાલ રત્નાભાઈ સાવધારીયા તથા સ્વ પુનાબેન નાથાલાલ સાવધારીયા કેળવણી મંડળ (SNSES) તથા રબારી એન્જિનિયર્સ એસોસિયેશન(REA) તરફથી સમાજના “ દર વર્ષની માફક ધો ૧૦ /૧૨ માં ૬૦ % સાથે પાસ થઇ એન્જિનિયરીંગ ડીગ્રી /ડીપ્લોમા/માસ્ટર્સ ( બધા વર્ષો માટે ) અને ધો.૧૨ સાયન્સ પછીના જેવા કે મેડીકલ,હોમિયોપેથી,આયુર્વેદિક -ડોકટર ,દાતના ડોક્ટર , ફીસીઓથેરેપીસ્ટ ,પશુ ડોક્ટર ,ફાર્મસી ,એગ્રીકલ્ચર,બીએસસી ,નર્સિંગ,બીસીએ ,બી એડ ૬૦ % સાથે અને ચાલુ સાલે ધો ૧૨ માં ભણતા (ગઈ સાલ જેને મળેલ હોય તેવા ) પાસ થઇ ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છુક જેના વાલીની વાર્ષિક આવક રૂપિયા – ૪,૦૦,૦૦૦ કરતા ઓછી હોય તેવા , જરૂરીયાત વાળા સમાજના હોશિયાર વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કરવા માટે મેરીટના ધોરણે જરૂરી આર્થિક સહાય આપવામાં આવનાર છે આવતા વર્ષ ૨૧-૨૦૨૨ થી શરુ થનાર નવા સત્ર માટે સમાજના સ્કોલરશીપ મેળવવા માંગતા દરેક વિદ્યાર્થીઓએ ઓનલાઈન માર્ક્સસીટ, આધાર કાર્ડ ,વાલીનો આવકનો દાખલો, બેંક ખાતાની વિગત સાથે અરજી કરવા શ્રી સ્વ. નાથાલાલ રત્નાભાઈ સાવધારીયા તથા સ્વ પુનાબેન નાથાલાલ સાવધારીયા કેળવણી મંડળ તરફ થી સમાજના જરુરતમંદ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ મેળવવા માટે જરૂરી દિશા નિર્દેશ :
• સ્કોલરશીપ મેળવવા દરેક વિદ્યાર્થીએ ઓનલાઈન આવેદન કરવું અનિવાર્ય છે.
• સ્કોલરશીપ મેળવવા વિદ્યાર્થી કોલેજ માટે ઓછામાં ઓછા ૬૦ અને % ધો ૧૨ માં અભ્યાસ કરતા માટે ૭૦ % ( ગઈ સાલ ધો ૧૧ માં જેને આપેલ છે તેવા ) સાથે ઉતીર્ણ હોવો જરૂરી છે.
• સ્કોલરશીપ મેળવવા વિદ્યાર્થીના વાલીની માસિક આવક ૪,૦૦,૦૦૦ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
• સ્કોલરશીપ વિદ્યાર્થીના ગુણના મેરીટ આધારિત આપવામાં આવશે.
• સ્કોલરશીપની મર્યાદા વિદ્યાર્થી દીઠ ૩૦,૦૦૦ રૂપિયા રહેશે.
• અપવાદરૂપ કીસ્સામાં વિદ્યાર્થીની આર્થિક યથાર્થતા /મેરીટ ચકાસી ટ્રસ્ટ દ્વારા યોગ્ય મદદ કરવા પણ વિચારવામાં આવશે.
• સ્કોલરશીપ કેટલા વિદ્યાર્થીઓને આપવી, તેનો નિર્ણય ટ્રસ્ટીશ્રી દ્વારા કરવામાં આવશે અને જે સર્વેને બંધનકર્તા રહેશે..
છેલ્લી પરીક્ષાની માર્ક્સીટ,તેમજ બેંક વિગતો બરાબર વંચાય તે રીતે કોપી સ્કેન કરીને મુકવી જો વિગત ખોટી હશે કે જરા પણ ભૂલ હશે કે વંચાય નહિ તેવી હશે તો ખાતામાં પૈસા જમા થશે નહિ. રીન્યુ માટે જુના લોગીન આઈ ડી ,પાસવર્ડથી ઓપન કરી જરૂરી વિગતો અપડેટ કરવી.
વધુ વિગતો માટે આપને કોઈ મુજવણ /પ્રશ્ન હોય તો નીચેના વોર્ટેસોપ ઉપર જવાબ મળશે . તેમ છતાં જો ખુબજ જરૂરી હોય તો જ નીચેના મોબાઈલ નંબર પર સાંજના ૬:૦૦ થી રાત્રે ૧૦:૦૦ સુધીમાં જ કોલ કરવો .
અમ્રીતભાઈ દેસાઈ -પ્રમુખ ૯૪૦૯૨૮૫૧૩૧,
દશરથ ભાઈ દેસાઈ ૯૯૭૮૪૦૭૧૩૯ ઉપ પ્રમુખ
પ્રોફ .દિપક રબારી ૮૮૬૬૬૬૭૧૫૦
પ્રો.મીરા કરમટા ૯૪૨૯૨૧૫૯૫૧
રઘુભાઈ સાવધારિયા ૯૮૨૫૩૧૫૩૧૯
ઋષિ ૯૩૨૭૦૭૨૭૨૨ ( વેબસાઈટ કે ઓન લાઈન માં કઈ પ્રશ્ન હોયતો )
HOW TO APPLY:
• સૌપ્રથમ http://www.snses.org/ વેબસાઈટ ઓપન કરો.
• ત્યારબાદ Login/Register પર ક્લિક કરો.
• તેમાં New User Register Here માં રહેલી તમામ માહિતી ભરો.
વિદ્યાર્થીનું નામ
વિદ્યાર્થીની અટક
મોબાઇલ નંબર
ઇમેલ આઈડી
પાસવર્ડ ,
રેફરન્સ માટે rabariengineers.com ઉપર જઈ તેમાંથી આપને સારી રીતે ઓળખીતા કોઈ પણ બે નામ રેફેરંસ માટે નામ, નંબર ,હોદ્દો વિગેરે લખવું તેમની ભલામણ થી સ્કોલરશીપ મંજુર કરવામાં આવશે.
• ત્યારબાદ સ્વ. નાથાલાલ રત્નાભાઈ સાવધારીયા તથા સ્વ પુનાબેન નાથાલાલ સાવધારીયા કેળવણી મંડળ તરફથી વર્ષ ૨૦૨૧-૨૨ સ્કો – લરશીપ મેળવવા માટે જરૂરી િશા નિર્દેશ ધ્યાનથી વાંચી Apply Now ENGINEERING /SCIENCE / 12 STD સ્કોલરશીપ પર ક્લિક કરો.
• ત્યારબાદ સ્કોલરશીપ ફોર્મ ખુલશે. જેમાં રહેલી તમામ માહિતી સચોટ રીતે ભરવી.
• જે અંતર્ગત નીચે દર્શાવેલ તમામ માહિતી યોગ્ય રીતે ભરવી તથા પુરાવા તરીકે માંગેલ આધારો યોગ્ય સાઈઝમાં અપલોડ કરવા.
વિદ્યાર્થીનું પૂરું નામ, વિદ્યાર્થીની જાતિ, વિદ્યાર્થીની જન્મ તારીખ, મોબાઇલ નંબર, આધાર કાર્ડ નંબર, રહેણાંકનું સરનામું
વિદ્યાર્થીનું મહત્તમ અભ્યાસ, તેની ટકાવારી, વિદ્યાર્થીનો ફોટો તથા સહી
વાલીનું પૂરું નામ, વાલીની આવક, વાલીની સહી
“એન્જિનિયરીંગ ડીગ્રી /ડીપ્લોમા/માસ્ટર્સ અને માટે અને ધો.૧૨ સાયન્સ પછીના જેવાકે ડોકટર, હોમિયોપેથી,આયુર્વેદિક,પશુ ડોક્ટર , ફાર્મસી ,એગ્રીકલ્ચર,બીએસસી નર્સિંગ,બીસીએ,બી એડ વિગેરે લખી જ્યાં અભ્યાસ કરો છો તે સંથા નું નામ લખવું, રીન્યુ માટે પણ ઓન્ લાઈન ફોર્મ ભરવું . નવા રજીસ્ટ્રેસન કરવાની જરૂર નથી.જુના આઈ ડી ,પાસવર્ડ થી લોગીન કરી વિગત ભરવી
વિદ્યાર્થીની બેંકનું નામ, બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ, બેંક એકાઉન્ટ નં, બેંક બ્રાંચનું નામ, બ્રાન્ચનો IFSC નં, પાસબુકનું પ્રથમ પેજ / કેન્સલ ચેક
• ત્યારબાદ Apply બટન પર ક્લિક કરવું.
• ત્યારબાદ સ્કોલરશીપ status તરીકે already applied જોઈ શકાશે.
• તમે ભરેલ ફોર્મ જોવા માટે view બટન પર ક્લિક કરો.
• જો તમે તમારા ભરેલ ફોર્મમાં ફેરફાર કરવા ઇચ્છો તો modify બટન પર ક્લિક કરો.
• જો ભરેલ તમામ વિગતો યોગ્ય હોય તો LOCK બટન પર ક્લિક કરો. LOCK બટન પર ક્લિક કર્યા બાદ આપ આપના ફોર્મમાં કોઈ સુધારો કરી શકશો નહીં જેની નોંધ લેશો.
• LOCK બટન ક્લિક કરવું અનિવાર્ય છે. ત્યાર બાદ તમો સ્કોલરશીપ માટે eligible ગણાશો.
• એક વખત રજીસ્ટ્રેશન કરી લીધા બાદ ફરી લોગીન કરવા વિદ્યાર્થીએ તેના ઇમેલ આઈડી તથા પાસવર્ડ (સાચવી રાખવા ) મારફતે Already Register/ Login Here પર ક્લિક કરવુ .છેલ્લી તા ૧૦ /૦૧/૨૦૨૨ પછી. અરજી કરી શકાશે નહિ..
અમ્રીતભાઈ બી દેસાઈ પ્રમુખ રબારી એન્જીનીયર્સ એસોસીએસન