1. તા ૨૯/૦૧/૨૩ ના રોજ મળેલ મિટિંગ ને વંચાણે લઈ બહાલી આપવામાં આવી.
  2. આંતરિક ઓડિટર તરીકે શ્રી શંકરભાઈની વરણી સર્વાનુમતે કરવામાં આવી.
  3. અત્યાર સુધીના મંડળના હિસાબો વંચાણે લઈ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા.
  4. ચાલુ વર્ષે વિધાર્થીઓને સ્કોલરશીપ આપવાની યોજના ચાલુ રાખવામા આવેછે. ઈજનેરી ડિપ્લોમા /ડિગ્રીમાં સરકારી અને ખાનગી કોલેજમાં અગાઉના માપદંડ સાથે  રૂ ૧૦૦૦૦/, એન આઈટી માં ૨૦૦૦૦/ અને આઈ આઈ ટીમા રૂ ૩૦૦૦૦ આપવાનું નક્કી કરેલ તેમજ બહેનોને થોડી છૂટ છાટ પણ આપવી એવું નક્કી કરેલ .મંજૂર કરવાની સતા કોલેજના પ્રોફેસરો સર્વ શ્રી દિપક રબારી,ધર્મસિંહ રબારી,હિતેશ દેસાઇ અને અલ્કેશ રબારી ને આપવામાં આવી. મંજૂર થયા બાદ ઓન લાઈન ટ્રાન્સફર બેંકમાં કરવા તેવું સર્વાનુમતે નક્કી કરેલ .
  5. સ્કોલરશીપ માટે રૂ ૧,૧૧,૦૦૦૦૦  નું ફંડ એકઠું કરવા નીચેના સભ્યોની ફાઇનન્સ કમિટી સર્વશ્રી સૌરભભાઈ,લીલભાઈ,છગનભાઇ,ધર્મસિંહ ભાઈ,અલ્પકેશ ભાઈ,સોમાભાઇ ,બાબુભાઇ મેળોજ,હરગોવનભાઇ ,બલદેવભાઇ વિશોલ ની બનાવવામાં આવી .તેમાથી સ્કોલરશીપ માટે એક કરોડ ફિક્સ ના મૂકી તેના વ્યાજ માથી કાયમી વ્યવસ્થા કરવી અને ત્યારબાદ ૧૧,૦૦,૦૦૦ રેક્ટ માં દાન .આપવું એવું સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું.
  6. સંસ્થા ની કાયમી ઓફિસ માટે જગ્યા મળવવાની તજવીજ કરી તે અંગે પ્રયત્નો કરવા .
  7. સભ્યોના શુભ/અશુભ પ્રસંગે પ્રમોસન ,નિવૃત્તિ પ્રસંગે મંડળ માટે દાન મેળવવા પ્રચાર પ્રસાર કરવો.
  8. દરેક પ્રોફેસનલ  સભ્યએ જેમને રૂ ૧૧૦૦ સભ્યફીના ભરેલ નથી તેમણે ઓન લાઈન પેમેન્ટ થી ,ચેક કે રૂબરૂમાં પૈસા ભરી પાવતી મેળવી આજીવન સભ્ય બની જવું. ઓન લાઈન પેમેન્ટ માટે વિગતRABARI ENGINEERS ASSOCIATION  SB A/C NO 107004387405   ADC BANKIFSC CODE GSCB0ADC091   ( DIGIT 5 IS ZEERO )   SOLA ROAD BRANCH AHMEDABADકોઈ સભ્ય શ્રી કોઈપણ  ડોનેસન કરીને ૯૪૦૯૨૮૫૧૩૧ ઉપર વોર્ટેસેપ કરવાથીપાકી પાવતી આપવામાં આવશે,રૂ ૧૧૦૦૦/ કે વધુ રકમ આપનારને ઈન્કમ ટેક્સ માં રીબીટ મળશે॰આમ સઘન ચર્ચાને અંતે ઉપરોક્ત ઠરાવો આજની સભામાં સર્વાનુમતે મંજૂર કર્યા